Birthday Celebration 2022

મારા જન્મદિવસની શરૂઆત માતાપિતાના આશીર્વાદ લીધા બાદ નાગેશ્વર મહાદેવ મંદિરમાં દીપ માલા પ્રગટાવી શિવજીના આશીર્વાદ લીધા.

My birthday started by taking the blessings of my parents and lighting a lamp in the Nageshwar Mahadev temple and seeking the blessings of Lord Shiva.

જન્મદિવસ નિમિત્તે નાગેશ્વર મંદિર ખાતે વેદપાઠી બ્રાહ્મણ શ્રી રાજીવભાઈ ભૂસવાળકર દ્વારા શાસ્ત્રોક્ત રીતે મંત્રોચ્ચાર કરીને માર્કંડેય પૂજન કરવામાં આવ્યું. આવનાર સમયમાં લોકસેવાના કર્યો કરવા માટે વધુ બળ મળે તે માટે પ્રભુશ્રી ના ચરણોમાં પ્રાર્થના કરી.

Markandeya Poojan was done at Nageshwar Temple on the day of the birthday by Vedapathi Brahmin Sri Rajivbhai Bhuswalkar, who chanted scripturally. I prayed for more strength to do public service in the future.


આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં ગાય માતાને રાષ્ટ્ર માતા જેટલો પ્રેમ, આદર અને આવકાર મળી રહ્યો છે. ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓ વાસ કરે છે. આજરોજ ગૌ પૂજન કરી 33 કરોડ દેવતાના ચરણકમળોમાં પ્રાર્થના કરી અને આવનાર સમયમાં શહેર, રાજ્ય અને દેશ માટે કામ કરવા આશીર્વાદ માંગ્યા.

Worshiped cows and sought blessings to work for the city, state, and country in the future.


ગુજરાતમાં પ્રથમ વખત વડોદરામાં શિક્ષણ સમિતિની શાળાઓમાં ધો. 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પ્રોજેકટ પ્રોગ્રેસ અભિયાન શરૂ કરવામાં આવ્યું. પ્રોજેકટ અંતર્ગત નિયમિત શાળાએ આવતા બાળકોને દર મહિને પ્રોત્સાહન રૂપી ગિફ્ટ આપવામાં આવશે. આ પ્રોજેક્ટના અંતમાં શાળાના ઓવરઓલ પરિણામમાં 5 ટકા જેટલો વધારો કરવાનો લક્ષ્યાંક છે. આવનારા 25 વર્ષો સુધી આ પ્રોજેકટ કાર્યરત રહેશે.

આ પ્રસંગે શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી હિતેશભાઈ પટણી, સભ્ય શ્રી અંજના બેન ઠક્કર અને શર્મિષ્ઠા બેન સોલંકી , વોર્ડ નંબર 6 ના મહામંત્રી શ્રી રાજુભાઇ અને શાળાના આચાર્ય તથા રંગમ ભાઈ અને અર્પણભાઈ તથા સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

For the first time in Gujarat, education committee schools in Vadodara. Project Progress campaign was launched for students of classes 1 to 8. Under the project, regular school-going children will be given an incentive gift every month. The project aims to increase the school’s overall result by 5 percent at the end of the project. This project will be operational for the next 25 years.

On this program, Education Committee Chairman Mr. Hiteshbhai Patni, Member Mr. Anjana Ben Thakkar and Sharmishtha Ben Solanki, General Secretary of Ward No. 6 Mr. Rajubhai and Principal of the school and Rangam Bhai and Arpanabhai and the entire team were present.


આજ રોજ જન્મ દિવસ નિમિત્તે વિધવા બહેનો ને સાડી આપી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

Distributed sarees to the widowes and received their blessings


વડોદરામાં છેલ્લા દોઢ વર્ષથી શ્રવણ સેવા સંસ્થા દ્વારા ફૂટપાથ પર જીવન વિતાવતા નિઃસહાય વૃદ્ધઓને સ્વાદિષ્ટ ભોજન નિયમિત રીતે પીરસવામાં આવે છે. શ્રવણ સેવા સાથે મળી નિઃસહાય વૃદ્ધોને ભોજન સેવા પૂરી પાડી તથા તેમની સાથે જ ભોજન લીધું. શ્રવણ સેવા દ્વારા કરવામાં આવતી કામગીરી ઉત્કૃષ્ટ છે. અને આવનાર સમયમાં શ્રવણ સેવા સાથે મળીને નિઃસહાય વૃદ્ધોને જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માટે કાર્ય કરવા કટિબદ્ધતા દર્શાવુ છું.

Shravana Seva has been regularly serving delicious meals to the helpless elderly living on the footpaths of Vadodara City. Along with them, I provided food service to the helpless elderly and had food with them. The work done by Shravana Seva is excellent and I am determined to work with Shravana Seva in the coming time to bring positive change in the lives of the helpless elderly.


મારા જન્મદિવસ નિમિત્ત ઠુઠવાતી ઠંડીમાં નિસહાય લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરી હુંફ આપી હતી. અને તેમના આશિર્વાદ લીધા હતા. આગામી સમયમાં પણ સેવાકાર્યોની હુંફ વિવિધ લોકો સુધી પહોંચાડી શકું તે માટે સતત પ્રયત્નશીલ રહીશ.

Distributed blankets to people who were helpless in the freezing cold and took their blessings. In the future also, I will continue to strive to spread the warmth of services to various people.

Media Appriciation

Spark Today News: https://fb.watch/hU0XbD_Gy8/?mibextid=2Rb1fB

GTPL News: https://www.facebook.com/gujaratnewss/videos/512222074339651/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=2Rb1fB&ref=sharing

BRG News: https://www.facebook.com/BRGGroupBRGNews/videos/1754950211554656/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=2Rb1fB&ref=sharing

Spark Today : https://www.facebook.com/SparkTodayNews/videos/1526399581175437/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=2Rb1fB&ref=sharing

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *